રાજકોટ કમલમ ખાતે સૌરાષ્ટ્ર ઝોન ની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ બેઠક નું આયોજન આગામી લોકસભાની ચૂંટણી ને લઈને કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રભર થી ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ચૂંટણી ને લઈને લોકસંપર્કની યોજના બનાવવા તેમજ સંગઠન માળખા ને મજબુત કરવા બેઠક યોજાઈ હોવાની ચર્ચા હાલ સામે આવી હતી