છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ પંથકમાં દીપડાના ધામા જોવા મળ્યા છે. તો રાજકોટ જિલ્લાના કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો છે. ગઈ કાલે દીપડાએ શ્વાનનું મારણ કર્યુ હતું. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરુ પણ મૂક્યુ છે. તો દીપડાને પકડવા માટે વન વિભાગ પણ અનેક પ્રયત્નો કરી રહ્યું છે. વારંવાર દીપડા દેખાવાથી વન વિભાગે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. રાત્રીના સમયે ખેતર વિસ્તારમાં જવાનું ટાળવાનું કહ્યુ છે. તો નોન વેજ ખાઘા બાદ કચરો બહાર ખુલ્લામાં ન નાખવા અપીલ કરી છે. તેમજ ખુલ્લા પટમાં રાત્રી દરમિયાન ન જવા અપીલ કરી છે.તેમજ શંકાસ્પદ પ્રાણી દેખાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવાની અપીલ કરી છે.
રાજકોટ કણકોટના કૃષ્ણનગરમાં દીપડાએ પાલતુ શ્વાનનું કર્યું મારણ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -