રાજકોટ શહેરમાં સરાજાહેર મારામારીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. એક વિડીયો વાઈરલ થયો છે. જેમાં મારામારીના લાઈવ દ્રશ્યો કેદ થયા છે. સોશ્યલ મીડિયા પર ફરતો થયેલો આ વિડીયો રાજકોટના કાલાવડ રોડ પર આવેલ કટારીયા ચોકડી ખાતેનો હોવાનું કહેવાય રહ્યું છે. જો કે, હજુ સુધી આ વિડીયો અંગે પોલીસે કોઈ પુષ્ટી કરી નથી.. ઉલ્ટાનું વિડીયો રાજકોટ તાલુકા પોલીસના ધ્યાને આવતા વિડીયોમાં દેખાતા લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. આશ્ર્ચર્યની વાત એ છે કે જે વ્યકિત વીડિયોમાં માર ખાતો દેખાય છે. તે પણ પોલીસ સમક્ષ ફરિયાદ કરવા આવેલ નથી અથવા આ અંગે તેણે પોલીસને જાણ કરી નથી.
રાજકોટ: કટારીયા ચોકડીના ડખ્ખાનો વિડીયો થયો વાઈરલ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -