રાજકોટના ગોંડલ રોડ પર લોહાનગર મફતીયાપરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. લોહાનગરમાં રહેતી પરિણીતા નયનાએ પાડોશમાં રહેતી ઉષા ઉર્ફ ડોનને કચરો ફેંકવા બાબતે ઠપકો આપ્યો હતો. જેના પગલે ઉષા તેના પુત્ર અને ભત્રીજા સાથે મળીને છરી અને ચેઇન ચક્કરવાળા પાઇપ જેવા હથિયારો સાથે નયના અને તેના પરિવાર પર તૂટી પડી હતી. આ હુમલામાં નયનાના સસરા અને કાકાજી વચ્ચે પડતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. નયનાના પતિ કિશનની ફરિયાદના આધારે એ-ડિવીઝન પોલીસે ઉષા ઉર્ફ ડોન, તેના પુત્ર શની અને ભત્રીજા કુલદીપ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
રાજકોટ: કચરા બાબતે ઝઘડો હિંસક બન્યો, પરિણીતાના સસરા અને કાકાજી પર હુમલો | સિટી ન્યૂઝ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -