રાજકોટના ઢેબર રોડ પર રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે નવું બસ સ્ટેન્ડ બનાવામાં આવ્યું છે. જ્યારે આ બસ સ્ટેન્ડ બન્યાના થોડા દિવસો બાદ અહીં પાણી લીકેજ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. બસ સ્ટેન્ડની અંદરની છત પરથી પાણી લિકેજ થઇ રહ્યું છે. જેના કારણે અહીં આવતા મુશાફરોમાં પણ મુશ્કેલી જોવા મળી રહી છે. બીજી તરફ બસ સ્ટેન્ડ નજીક ભુર્ગભ ગટર પણ ઉભરાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને લઇને બસ સ્ટેન્ડ બહાર ભુગર્ભ ગટનું પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે અને અતિ તિવ્ર દુગંર્ધ આવી રી છે છતા પણ તંર્ દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા ચકચાર મચી જવા પામી છે.