ઠંડી અને કમુહર્તાને કારણે રાજકોટ એસટી ડિવિઝનની રોજિંદી આવકમાં ૧૫ લાખનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, ડિસેમ્બરના અતં સુધી દૈનિક આવક ૬૦ લાખ સુધી નોંધાઇ હતી જે હાલમાં ૪૫ લાખ એ પહોંચી ગઇ છે. એડવાન્સ બુકિંગનું પ્રમાણ પણ ઘટી ગયું છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે હાલમાં રાજકોટ બસ પોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપોની મળી દૈનિક સરેરાશ કુલ આવક ૪૫ લાખ આજુ થઇ રહી છે. હવે મકર સંક્રાતિએ કમુહર્તા ઉતર્યા પછી ટ્રાફિક વધશે તેમ તેમણે ઉમેયુ હતું. તાજેતરમાં નિગમ દ્રારા ફાળવવામાં આવેલી ૧૧ એસટી બસ વિવિધ ડેપોને જરિયાત મુજબ ફાળવી દેવાઈ છે અને લાંબા અંતરના એકસપ્રેસ રૂટ ઉપર મુકાઇ છે. વધુ ટ્રાફિક મળતો હોય તે રૂટ ઉપર વધુ બસો મૂકીને ફ્રિકવન્સી વધારાઇ હતી ત્યાં મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો થઇ ગયો છે.