છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટ પર ફ્લાઇટ વધારવામાં આવી રહી છે. જે અંતર્ગત હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થતાં પહેલાં આજથી ઈન્ડિગો કંપની દ્વારા પુનાની ડાયરેકટ ફ્લાઈટનો પ્રારંભ થયો છે. આજ રોજ સવારે એરપોર્ટ પર પુનાની ડાયરેકટ ફ્લાઈટ આવી પહોંચતા વોટર સેલ્યુડ કરવામાં આવ્યું હતું અને આ ફ્લાઈટનું વોટર કેનન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ ફ્લાઇટ શરૂ થતાં માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રનાં વેપારીઓને મોટો લાભ મળશે, જેને લઈ હાલ વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.