આશરે ૫૫૦ વર્ષની તપશ્ચર્યા અને પૂર્વજો તથા અનેક સંસ્થાઓનાં સંઘર્ષ અને ભોગ પછી અયોધ્યામાં ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિર આકાર પામવા જઇ રહ્યું છે. સમગ્ર માનવજાતમાં અનેરો આનંદ – ઉમંગ – ઉલ્લાસનો માહોલ છે. આપણાં વડીલોને આ લાભ નથી મળી શક્યો, આવનાર પેઢીને પણ આ ક્ષણ માણવાનો લાભ નહિ મળી શકે.આ ઘડી અલૌકિક છે. ત્યારે અયોધ્યાથી પૂજન થયેલ અક્ષત કળશ યાત્રા રાજકોટ પધારી ચૂકી છે. અક્ષત કળશ યાત્રાનું સામૈયું કરવાનો અવસર આપણને સૌને મળી રહ્યો છે, જે રોયલ એનક્લવ સોસાયટી નિલેશ જોબનપુત્રા “ન્યૂ જાનકી નિવાસ “ બંગલામાં પધારી હતી. જેમાં રામ ધૂન ૪ થી ૫ના સમયમા રાખવામા આવી હતી. જ્યારે અક્ષત કળશનું સામૈયું તથા રાસ ગરબા ૫ થી ૭ના સમયમાં રાખવામા આવ્યું હતું. ત્યારબાદ સૌ સાથે મળી ભોજન પ્રસાદ લીધી હતી. ભક્તોએ સાથે મળી અક્ષત કળશનો લહાવો લીધો હતો.
રાજકોટ એનક્લવ સોસાયટી “ન્યૂ જાનકી નિવાસમાં પૂજિત અક્ષત કળશ યાત્રા પધારી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -