23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ; આઇ.સી.ડી.એસ. આંગણવાડી ખાતે “સ્તનપાન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી


રાજકોટ; “અદભુત માતૃત્વનો અમુલ્ય અનુભવ એટલે સ્તનપાન. ”સરકારશ્રીની સુચના તેમજ માર્ગદર્શન મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૦૧-૦૮-૨૦૨૩થી તા. ૦૭-૦૮-૨૦૨૩દરમ્યાન અલગ-અલગ વોર્ડમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ છે. સ્તનપાન શિશુના પોષણનો મુખ્ય આધાર કહેવાય છે બાળકમાટે સંપુર્ણ આહાર એટલે સ્તનપાન. જે માતા અને બાળક માટે ગુણનો ભંડાર કહેવાય છે.
સમગ્ર વિશ્વમાં ઓગષ્ટ માસના પ્રથમ અઠવાડીયાને સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં ૧/૮/૨૩ થી ૭/૮/૨૩ સુધી આંગણવાડીઓ ખાતે સ્તનપાન સંબધીત વિષયો પર જાગ્રુતી લાવવા સગર્ભા માતાઓને સ્તનપાન કરવા માટે પ્રેરીત કરવાના ઉદેશ્ય સાથે ઉજવણી કરવામાં આવે છે. આંગણવાડી ખાતે ઉપસ્થીત તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાન ન કરાવી શકવાના કારણોની જાણકારી આપી અને પરીસ્થીતી સાથે અનુકુલન સાધી સ્તનપાન કરાવવા માટે ભાર આપવામાં આવે છે.
યુનીસેફ અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા જેવી વૈશ્વિક સંસ્થાઓ દ્વારા મેમોરેંડમ તૈયાર કરવામાં આવ્યુ છે. તે મુજબ સ્તનપાન સપ્તાહની ઉજવણી રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં કરવામાં આવેલ છે “સ્તનપાનના ફાયદા અપાર બાળક માટે સુખનો ભંડાર” બાળક માટે અમ્રુત સમાન માતાનુ ધાવણ કેવી રીતે આપવુ તેની પધ્ધતી વિષે ઉપસ્થીત અધિકારી અને પદાધિકારી દ્વારા સમજુતી આપવામાં આવેલ છે. સ્તનપાન એટલે વધુ પોષણ દુર કુપોષણ જેવી અગત્યની બાબત પર ભાર મુક્તી બાબત છે. તમામ માતાઓને આંગણવાડી ખાતે શપથ લેવડાવવામાં આવેલ છે. બાળકનો રોગ પ્રતીકારક ક્ષમતામાં વધારો, પેટના રોગોમાં ઘટાડો, શરદી,ઉધરશ જેવી વાયરલ બીમારી સામે સુરક્ષા બાળ મ્રુત્યુદર માં ઘટાડો વગેરે જેવા ફાયદા છે. “બાળકને મળે ધાવણ માતાની સુરક્ષાનું છે કારણ” સ્તન કેન્સર મધુપ્રમેહ, શ્ર્વશન સંક્રમણ, માતા મ્રુત્યુદરમાં ઘટાડો વગેરે જેવી બિમારી સામે સુરક્ષા બને છે. વધુમાં સરકારશ્રી દ્વારા આઇ.સી.ડી.એસ.ની વિવિધ યોજનાની સમજુતી આપવામાં આવેલ હતી.
વોર્ડ નં -૧૧ ખાતે આઇ.સી.ડી.એસ વિભાગના ચેરેમેનશ્રી જ્યોત્શનાબેન ટીલાળાની પ્રેરણાદાયી ઉપસ્થીતી રહી હતી. અને સગર્ભા તેમજ ધાત્રી માતાને પ્રેરણા આપી હતી વોર્ડ નં -૪ ખાતે વોર્ડ કોર્ર્પોરેટર શ્રી નયનાબેન પેઢડીયા અને શ્રી કંકુબેન ઉધેરજા હાજર માર્ગદર્શન અર્થે રહેલ હતા. તેમજ વોર્ડ નં ૧૩ ખાતે શ્રી જયાબેન ડાંગર અને સોનલબેન સેલારાની વિશેષ ઉપસ્થીતી રહી હતી. આશરે ૩૪૬થી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓએ સ્તનપાન ઉજવણીમાં ભાગ લીધેલ અને વિશેષ સમજુતી મેળવેલ છે,


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -