24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ અર્બન આઇ.સી.ડી.એસ દ્વારા “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરાઈ


રાજકોટ: રાજયની મહિલાઓ સામાજીક, આર્થીક, માનસીક અને શારીરીક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે હેતુથી ગુજરાત સરકારશ્રી સતત સર્તક અને કાર્યરત રહે છે. નારીનો વિકાસ સર્વાગી વિકાસ બની રહે તે હેતુથી વિકાસના પરીબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન કલ્યાણ, સ્વાસ્થય વગેરે ક્ષેત્રને આવરી લેવામાં આવેલ છે. મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર રાજય સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. નારી શક્તિને વંદન અને પ્રોત્સાહીત તથા વિકસીત કરવા માટેનો કાર્યક્રમ એટલે “નારી વંદન સપ્તાહ”. આ કાર્યક્રમ અંતર્ગત તા.૧/૮/૨૩ થી ૭/૮/૨૩ સુધી અલગ-અલગ આંગણવાડીઓ ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ. રાજય સરકારશ્રી દ્રારા નકકી થયેલ અલગ-અલગ થીમ આધારીત નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ છે. મહિલા સુરક્ષાહિત કે જેમાં મહિલાઓની સુરક્ષા તેમને લગતા કાયદાની સમજ આપવામાં આવશે. બેટી બચાવો બેટી પઢાઓ થીમમાં સ્ત્રી શિક્ષણ પર ભાર મુકવામાં અવેલ છે. શિક્ષણ સાથે રોજગારી અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં શ્રમરોજગાર કચેરી અને શ્રમઉધોગ કેન્દ્ર દ્રારા માર્ગદર્શન આપવામાં આવેલ. મહિલા નેતૃત્વ દીવસ અંતર્ગત નારી “નેતૃત્વ એટલે સબળ નેતૃત્વ” અનુસાર માર્ગદર્શન નારી શક્તિ સબળ નેતૃત્વ કઇ રીતે કરી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવેલ. મહિલા કર્મયોગી દિવસ અંતર્ગત મહિલાઓની આંગણવાડી મારફત અલગ-અલગ યોજનાઓની સમજુતી આપવામાં આવેલ. મહિલા કલ્યાણ દિવસ અંતર્ગત મહિલાઓના આર્થીક કલ્યાણ તેમજ આર્થીક રીતે પગભર થવા અંગે સમજુતી આપવામાં આવી અને મહિલા બાળ આરોગ્ય દિવસ અંતર્ગત મહિલાઓ પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ બને તે બાબતોની સમજુતી આપવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમની સિધ્ધી અર્થે સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર વિવિધ વિભાગોનું સંકલન કરવામાં આવેલ છે, જેમાં પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, આરોગ્ય વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, સમાજકલ્યાણ વિભાગ, ગુજરાત આર્થિક વિકાસ નિગમ, સ્વ સહાય જુથ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -