ખોડલધામ ઈસ્ટઝોન વિસ્તારમાં અમૃત હાઈટ્સ પરિવાર દ્વારા એક અનોખી રંગોળી બનાવવામાં આવી છે. હાલમાં આવનાર 21 તારીખે રાજકોટના અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજ માટે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું ભુમીપુજન કરવામાં આવનાર છે. આ સાથેજ ભારત વર્ષમાં 500 વર્ષના સંઘર્ષ બાદ 22 તારીખે રામલલ્લાનો અયોધ્યામાં રાજ્યાભિષેક થવા જય રહ્યો છે. જેમાં હવે ગણતરીના કલાકો રહ્યા છે. આ બંને પર્વની અમૃત હાઈટ્સ પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં માં ખોડિયાર અને પ્રભુ શ્રી રામની 30 ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી છે.
રાજકોટ – અમૃત હાઈટ્સ પરિવાર દ્વારા ભગવાન રામની 30 ફુટની રંગોળીનું કરાયું નિર્માણ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -