રીબડા ગામના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આજે ગામના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે અમિતની સુસાઇડ નોટમાં જે લોકોનાં નામ લખાયાં છે, તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આવેદનપત્રમાં રીબડાવાસીઓએ અનિરુદ્ધસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમના ત્રાસથી ગામ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેમણે જમીન પચાવી પાડવી, ખરાબાની જમીન પર દબાણ કરવું અને દેશી દારૂના અડ્ડા ચલાવવા જેવા કાર્યો આચર્યા હોવાનો પણ આરોપ મૂક્યો હતો. વધુમાં, અનિરુદ્ધ જાડેજાના સમર્થનમાં જે રેલી નીકળી હતી, તેમાં બહારથી માણસો બોલાવવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગામ લોકોએ આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે.
રાજકોટ: અનિરુદ્ધ જાડેજાના સમર્થમાં નીકળેલી રેલીમાં બહારથી બોલાવેલા માણસો હતા!
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -