24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: અનાજ, કઠોળ, કરિયાણું, ગ્રોસરી વગેરે નું વેચાણ કરતી રિટેલર પેઢી અન્નપૂર્ણા માર્ટનો ૨૯૦ કી.ગ્રા. અખાદ્ય જથ્થો નાશ કરાયો


રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી ડો. હાર્દિક મેતાની સૂચના અન્વયે ફૂડ સેફ્ટી ઓફિસરશ્રી કે.જે.સરવૈયા, સી.ડી.વાઘેલા તથા ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શિવાલિક -8, ગોપાલ ચોક, રોઝરી સ્કૂલ સામે, સાધુવાસવાણી રોડ પાસે, રાજકોટ મુકામે આવેલ વિવેકભાઈ શ્રીચંદભાઈ બાલચંદાણીની અનાજ, કઠોળ, કરિયાણું, ગ્રોસરી વગેરે નું વેચાણ કરતી રિટેલર પેઢી “અન્નપુર્ણા માર્ટ” ની સ્થળ તપાસ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતાં 50% ભાવે આપવાના સ્ટીકર લગાવેલ વિવિધ પેક્ડ ખાધ્ય ચીજો જે દરેક વસ્તુ તપાસતા વિવિધ પ્રકારની બેકરી પ્રોડક્ટ્સ, ખાખરા, ચીકી, મરચું પાઉડર, હળદર પાઉડર, વિવિધ પ્રકારના મરી-મસાલા, અથાણાં, નુડલ્સ, પાસ્તા, ચોકલેટ તથા રેડી ટુ ઈટ ફૂડ વગેરે પેક્ડ ખાધ્ય ચીજને બે માસ થી ડોઢ વર્ષ જેટલા સમયથી એક્સપાયરી ડેટ વીતી ગયા બાદ વેચાણ માટે રાખેલ હોવાનું જોવા મળેલ તદ ઉપરાંત પેઢીમાં સંગહ કરેલ ડિસ્પ્લેમાં વેચાણ માટે રાખેલ અનાજ, કઠોળ, મગ, અળદ, મોરૈયો વગેરે ખાધ્ય ચીજના પેકિંગ તપાસતા બગડેલા -સડેલા, ધનેડા- જીવાતવાળા જોવા મળેલ.
પેઢી પર મળી આવેલ સમગ્ર અખાધ્ય જણાયેલ કુલ 290 કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટર સ્વીકારેલ. જે સમગ્ર અખાધ્ય જથ્થો ફરી વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી SWM વિભાગની ટીપર વાન દ્વારા ગાર્બેઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશન ખાતે નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -