રાજકોટના કાલાવડ રોડ પર કેકેવી ચોકમાંથી પસાર થતા 150 ફુટ રોડના બ્રીજ ઉપર બાંધવામાં આવેલો વિશાળ મલ્ટીલેવલ બ્રીજનું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉદઘાટન કરતા જ રાજકોટના લોકોની લાંબી ઇન્તેજારીનો અંત આવ્યો છે. એકાદ મહિનાથી આ બ્રીજના ઉદઘાટનની તારીખ પાછી ઠેલાતી હતી, પરંતુ આજે બ્રીજ ખુલ્લો મૂકાવા સાથે રોજના ઓછામાં ઓછા બે લાખ વાહન ચાલકોનો સમય અને ઇંધણ બંનેની બચત થવાની છે.જેમાં આજે બપોરે પ્રધાનમંત્રીએ છેલ્લા નવ મહિનામાં ચોથા બ્રીજની ભેંટ રાજકોટને આપી છે. 1.15 કિલોમીટરની લંબાઇ, 15.5 મીટરની પહોળાઇ, ચોકમાંથી 15 મીટરની ઉંચાઇવાળા આ બ્રીજ પરના બ્રીજનું લોકાર્પણ થતા હવે મહિલા કોલેજ અંડરબ્રીજથી કાલાવડ રોડ, મોટા મવા અને મેટોડા જવા માંગતા વાહન ચાલકોને લગભગ કોઇ મોટા ચોકમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. પ્રિન્સેસ સ્કુલથી બ્રીજ શરૂ થાય અને કાલાવડ રોડ પર સ્વીમીંગ પુલ ખાતે પુરો થવાનો હોય, આ દિશામાં જતા વાહનોની અવરજવર ઓછી થવાથી 150 ફુટ રોડના ટ્રાફિકને પણ વધુ સરળતા થશે.તેમજ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારના સહયોગથી તાજેતરમાં જ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર 4 બ્રીજનું લોકાર્પણ કરવામાં આવેલ છે તથા શહેરના ગૌરવપથ કાલાવડ રોડ ઉપર પ્રિન્સેસ સ્કૂલથી દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ સુધી કેકેવી ચોક ખાતે સ્પ્લીટ ફ્લાયઓવર ઉપર ફોરલેન મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રીજ રૂ. 129.53 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે.આ બ્રીજની નીચે 7500 ચો.મી. પાર્કિંગ તથા બ્રીજની બંને બાજુ સર્વિસ રોડ, યુટીલીટી ડક્ટ તેમજ ફૂટપાથ ઉપરાંત વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.આ સાથે આ બ્રીજનું વડાપ્રધાન લોકાર્પણ કર્યા બાદ જીનીયસ સ્કુલ સહિતની સેલ્ફ ફાયનાન્સ શાળાઓના 75 વિદ્યાર્થીઓ બાઇક દ્વારા બ્રીજ પર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.તેમજ આ યાત્રાને મેયર સહિતના પદાધિકારીઓઅને કમિશ્નર દ્વારા ફલેગ ઓફ આપવામાં આવ્યું હતું.
રાજકોટરૂ.૧૨૯.૫૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ કે.કે.વી.ચોક મલ્ટિલેવલ ફ્લાય ઓવરબ્રિજને લોકો માટે ખુલ્લો મુક્તા વડાપ્રધાન મોદી
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -