રાજકોટમાં GMSCLમાં કૌભાંડ સામે આવ્યું છે. જેમાં મફત સરકારી દવાના ગેરકાયદે ધંધાનો પર્દાફાશ થયો છે. GMSCLના વેર હાઉસમાં કૌભાંડ ચાલી રહ્યું હતું. ખાનગી કંપનીની દવાઓમાં સ્ટીકર મારી કૌભાંડ ચલાવતા હતા. જેમાં સ્ટોક નોંધાયા બાદ સ્ટીકર ઉખેડી માર્કેટમાં વેચી નાખતા હતા. વેરહાઉસના મેનેજરની પૂછપરછ કરવામાં આવી છે. તથા બે કર્મચારીઓની કૌભાંડમાં મેનેજર સાથે સંડોવણી છે. કર્મચારી ઇન્દ્રજીત સોલંકીએ સંદેશ ન્યૂઝ પર કબુલાત કરી છે. અને જણાવ્યું છે કે અમને સ્ટીકર લગાવવાના રૂપિયા 100થી 200 મળતા હતા. એમઆરપી પર સ્ટીકર લગાવવાના પૈસા મળતા આ કામ કરતા હતા. સરકારી દવા બહાર ન વેચાય તે માટે કિંમત લખાતી નથી. આ દવા બહાર વેચવામાં આવે તો પેનલ્ટી લગાવવામાં આવે છે. તેમજ પેનલ્ટીથી બચાવવા માટે નાણાં લીધા હોવાની આશંકા છે. જેમાં MRP લખેલી દવા પર સ્ટીકર ચોટાડી દેવામાં આવતું હતું. દવાના સ્ટોકની ગણતરી કર્યા બાદ સ્ટીકર ઉખાડી દેતા હતા. સ્ટીકર ઉખાડીને દવાનો જથ્થો બરોબાર વેચી દીધાની આશંકા છે. દવાની કંપનીઓ સાથે સાંઠગાંઠને લઇ તપાસ કરાશે. તથા દવા કંપનીઓ પાસેથી નાણાં લીધા કે નહી તેની તપાસ કરાશે. આરોપીઓ દવા કોને વેચતા હતા તેની તપાસ કરાશે.