દેશમાં સસ્તા આયાતી તેલની ઉપલબ્ધીના લીધે સ્વદેશી ખાદ્યતેલોનો વપરાશ ઘટયો છે. નવ માસમાં રેકર્ડ બેંક તેલની આવક થઈ છે. આવા ખાદ્યતેલની વપરાશથી બજારમાં પાઉસમાં વધારો થયો છે. આ પાઉચના ફરસાણમા નમક, ખાંડ, વધારે હોવાથી જન આરોગ્ય માટે ખતરનાક બની શકે છે. ખાદ્યતેલની આયાત પર ફરી નિયંત્રણો મુકવા ગુજરાત રાજય ખાદ્ય તેલ અને તેલ બીજ એસોસીએશન એ માંગણી ઉઠાવી છે. ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એસોનાં પ્રમુખ સમીર શાહે વડાપ્રધાનને પાઠવેલ પત્રમાં જણાવ્યા મુજબ દેશની ખાદ્યતેલની વાર્ષિક આયાત 145 થી 150 લાખ ટનથી ઘટીને 131 થી 135 લાખ ટન થઈ ગઈ હતી. જેને કારણે ચાલુ વર્ષે નવેમ્બર 2022 થી ઓકટોબર 2023 સુધી આપણી ખાદ્યતેલની આયાત લેવણપર લગભગ 160 લાખ ટન સુધી જઈ શકે છે. આવી મુકત આયાત નીતિનાં ગેરકાયદાઓ છે. ખાદ્યતેલની આયાત પર ફરી નિયંત્રણો મુકવા જરૂરી છે. આવા નિયંત્રણથી સ્થાનીક બજારોમાં ખાદ્યતેલના ભાવમાં થોડા સમય માટે વધારો વપરાશ કરવામાં આવે તો આ ભાવ વધારો સહહ્ય નહી લાગે તેમ અંતમાં એસો.પ્રમુખ સમીર શાહે જણાવ્યું છે.