23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં 8 વર્ષની બાળકીની હત્યાનો મામલે ગેંગરેપ વિથ મર્ડર થયું હોવાનું આવ્યું સામે: 3 નરાધમે વારફરતી બાળકીને પીંખી


રાજકોટ શહેરના ભક્તિનગર રેલવે સ્ટેશનની હદમાં આવેલી ઝાડી ઝાંખરામાંથી માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી 8 વર્ષની ગુમ થયેલી બાળકીની લાશ શનિવારે મળી આવી હતી. જે બાદ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસને મહત્ત્વની કડી મળી હતી.  જેના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે તપાસ શરૂ કરી બિહારના મિથિલેશન કુમાર ઉર્ફે કાણિયો દાસ (ઉ.24), રાજસ્થાનના ભરત મીણા (ઉ.38) અને ઉત્તરપ્રદેશના અમરેશ ઉર્ફે બ્રિજેશ (ઉ.25)ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મિથિલેશને વિરમગામથી, ભરતને રાજસ્થાનથી અને અમરેશ ઉર્ફે બ્રિજેશને રાજકોટથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. માલવિયાનગર પોલીસે પ્રથમ આ બનાવમાં અપહણરની ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ બાળકીની લાશ મળી આવતા હત્યાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. હવે આરોપીઓ પકડાયા બાદ તેમને દુષ્કર્મ આચર્યાની કબૂલાત આપ્યા બાદ તેમના મેડિકલ પુરાવાના આધારે ગેંગરેપ તેમજ પોક્સોની અલગ અલગ કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -