આવતીકાલે 31 ડિસેમ્બરની ઉજવણી શહેરીજનો શાંતિપૂર્વક કરી શકે એ માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે . ઠેકઠેકાણે વહાણ ચેકિંગ કરવામાં આવશે. નશાખોરોને પકડવા બિઝ એનેલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે. સાથે ડાન્સ ડિનરના આયોજનો ખાતે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે. આ માટે પહેલેથી જ સ્થાનિક પોલીસ સ્ટેશનનાં અધિકારીઓને અને ક્રાઈમ બ્રાન્ચનાં અધિકારીઓને તેમજ એસોજીના અધિકારીઓને સુચના પણ આપી દેવામાં આવી છે. તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પણ ટ્રાફિક શાખા સાથે જોડાયેલ અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે.