રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ શહેરના વોર્ડ નંબર ૯માં 150 ફૂટ રિંગ રોડ પર શિવમપાર્ક શેરી નંબર 4માં ગંદકીના પ્રશ્નએ માઝા મૂકી છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કચરાના ઢગલા, અને ચારેબાજુ ફેલાયેલી દુર્ગંધે સ્થાનિકોનું જીવન ત્રસ્ત બનાવી દીધું છે. વોર્ડ નંબર ૯ના રહીશોએ જણાવ્યુ હતું કે 4-5 વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ગંભીર સમસ્યા અંગે તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપીને વોર્ડ નંબર ૯માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે અને ગંદકીના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે, જેથી નાગરિકો સ્વચ્છ વાતાવરણમાં જીવન જીવી શકે.