શહેરમાં અવાર નવાર અસામાજિક તત્વો દ્વારા મારામારીના બનાવો સર્જાતાં હોય છે ત્યારે રાજકોટમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે, સોરઠીયાવાડી સર્કલ નજીક રવિવારની રાત્રે સામાન્ય બાબતે મારામારી થઈ હતી. બનાવની જાણ થતા જ પોલીસ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જાહેરમાં મારામારીની ઘટનાને લઈને લોકોના ટોળાં એકઠા થયા હતા.તેમજ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામા વાયરલ થયો હતો.