સોરઠિયા વાડી ચોકમાં થતી પવનપુત્ર ગરબી મંડળ 55 વર્ષ જૂની છે. અહીં જે રાસ રમાય છે તે પ્રાચીન હોવાની સાથે- સાથે સમાજને નવી રાહ ચીંધનારા હોય છે. તેમજ અહીં ગરબી જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. અંદાજિત રોજ 15 હજારથી વધુ લોકો અહીં ગરબીમાં માતાજીના દર્શન કરવા અને ગરબી જોવા માટે આવે છે. પવનપુત્ર ચોક ગરબીનાં પ્રાચીન રાસમાં દરવખતે કઈક નવું કરવામાં આવે છે જે અંતર્ગત આ વખતે રામમંદિરના નિર્માણની ખુશી વ્યક્ત કરવા અને સનાતન ધર્મનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે રામ જન્મભૂમિ કૃતિ રજૂ કરાય છે. જે કૃતિ રજૂ કરાશે તેમાં દરેક પ્રસંગને આવરી લેવામાં આવશે. રામલલ્લાના જન્મ સમયે મીઠાઇ વહેંચાશે તો જ્યારે ભગવાન રામ યુદ્ધ જીતીને અયોધ્યા પરત ફરશે ત્યારે ઘરે-ઘરે રંગોળી બનાવાશે અને દિવડા પ્રગટાવાશે. અંતમાં દીકરીઓ રામમંદિર કેવું બનશે તે બેનર દ્વારા બતાવશે. તેમજ બાળકોને માતા-પિતા વૃદ્ધાશ્રમમાંથી પરત લઈ આવતા હોય તે પ્રસંગ રજૂ કરતો રાસ, પરિવારનું મહત્ત્વ, શહીદોને શ્રદ્ધાંજલિ આપતો રાસ, સંતાનના ઉછેરમાં માતાનું યોગદાન, દ્વારકાધીશ અને રાજા રણછોડરાયના રાસ વગેરે રજૂ કરવામાં આવે છે.
રાજકોટમાં સોરઠીયાવાડી પાસે પવનપુત્ર ચોક ગરબીનાં પ્રાચીન રાસ નિહાળવા જનમેદની ઉમટી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -