સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટનાં પ્રવેશદ્વાર એવા માધાપર ચોકડી વિસ્તારમાં રૂા.64 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ઓવરબ્રીજનુ લોકાર્પણ આગામી તા.25 ને સોમવારે રાજયનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર છે. આ અંગેની સતાવાર જાહેરાત રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.25 ને સોમવારે જામકંડોરણા ખાતે આયોજીત સહકારી સંસ્થાઓનાં કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા હોય આ દરમ્યાન તેઓ રાજકોટની ટુંકી મુલાકાત લઈ આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. અહી એ ઉલ્લેખનીય છે કે તા.25 ને સોમવારે જામકંડોરણા ખાતે આયોજીત સહકારી સંસ્થાઓનાં કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા હોય આ દરમ્યાન તેઓ રાજકોટની ટુંકી મુલાકાત લઈ આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે.