વાઇબ્રન્ટ ગુજરાત– ૨૦૨૪ ૧૦મી ગ્લોબલ સમિટ અન્વયે મહાપાલિકા દ્રારા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને રાજકોટ સાઈકલ કલબના સંયુકત ઉપક્રમે તા.૯–૧–૨૦૨૪ને શુક્રવારના રોજ શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, પ્લેનેટોરિયમ પાસે, રેસકોર્ષ ખાતે સવારે ૭:૧૫ કલાકે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોકત કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સંસદ સભ્યો મોહનભાઇ કુંડારીયા અને રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 200 જેટલા સાયકલવીરો એ ભાગ લીધો હતો. સાયકલોથોનના ૯ કીલોમીટરના રૂટમાં રેસકોર્ષ આર્ટ ગેલેરીથી જિલ્લા પંચાયત ચોક યાજ્ઞિક રોડ થઈને રામકૃષ્ણ મંદિર કમિશનર બંગલો રોડ વિરાણી ચોક લક્ષમીનગર અન્ડરબ્રિજ નાનામવા ચોકડી ૧૫૦ ફટ રિંગ રોડ થઇને કેકેવી ચોક કાલાવડ રોડ થઈને કોટેચા ચોક મહિલા કોલેજ અન્ડરબ્રિજ કિશાનપરા ચોક બાલ ભવનના દરવાજે થઇને આર્ટ ગેલેરી ખાતે પૂર્ણાહુતિ હતી. આ કાર્યક્ર્મ્મ 11 સ્પર્ધકને લક્કી ડ્રોથી સાઇકલનું ઈનામ આપવામાં આવ્યું.