શ્રી રામ પધારે મારે ઘેર દિવ્ય મહોત્સની આજથી શરૂઆત થઇ છે. ત્યારે મહોત્સવ અંતર્ગત આજે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતી દ્વારા આજે શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં કાર અને બાઇક સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ ભગવાન રામને આવકારવા માટે આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. ઉલ્લેખનીય છે કે હવે આગામી 22 જાન્યુઆરી સુધી રાજકોટમાં સનાતન ધર્મ રક્ષક સમિતી દ્વારા દિવસદરમિયાન વિવિધ કાર્યક્રમ યોજાશે.