સંક્રાંતિ આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે ત્યારે મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા તહેવાર પર પુષ્કળ પ્રમાણમાં બજારમાં વેંચાતી જુદા જુદા પ્રકારની ચીકીના નમુના લેવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. છેલ્લા દિવસોમાં ગાંધીગ્રામ, કેસરે પુલ રોડથી માંડી કોઠારીયા રોડ સુધીમાં વધુ 10 દુકાનોમાંથી ચીકીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાનું ફૂડ વિભાગે જાહેર કર્યુ છે. જેમાં ચીકીની ગુણવત્તા અંગેના લેબોરેટરી રીપોર્ટ તો સંક્રાંતિ બાદ આવશે. જેમાં ગાંધીગ્રામના એસ.કે. ચોકમાં આવેલ રાજ શકિત ફરસાણમાંથી મનમોજી ચીકી, કેસરે હિન્દ પુલ પાસે સાગર આર્કેડમાં આવેલ મોમાઇ ચીકીમાંથી તલની ચીકી, શિવ ચીકીમાંથી દાળીયાની ચીકી, જય બજરંગ ચીકીમાંથી કોપરાની ચીકી, જય જલારામ ગૃહ ઉદ્યોગમાંથી તલના લાડુ, જય સિયારામ ગૃહ ઉદ્યોગમાંથી કાળા તલની ચીકી, પાર્થ ચીકીમાંથી તલના કચરીયુંના નમુના લેવાયા હતા. આ ઉપરાંત કોઠારીયા રોડના પ0 ફુટના રોડ પર પરસાણા સોસાયટી-5માં આવેલ શ્રી રામ ચીકી સેન્ટરમાંથી રામ સીંગની ચીકી, રામ તલ ચીકી અને કાળા તલ લુઝના સેમ્પલ લઇ લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે.