રાજકોટમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર દ્વારા નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પનું સમગ્ર આયોજન સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ કલાક સુધી સરસ્વતી વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું આ સાથે બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારના સહયોગથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ કેમ્પમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિવેકાનંદ આઈ કેર વિભાગના નિષ્ણાંત ડોકટર દ્વારા વિનામૂલ્યે ફેકો મશીનથી ટાંકા વગરના મોતીયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકવામાં આવી હતી. તેમજ કેમ્પમાં ચશ્માનાં નંબરની તપાસ પણ કરવામાં આવી હતી.