રાજકોટમાં આગામી તા.22થી 24 સુધી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતીની વાડી, 10, રણછોડનગર, નંદગોપાલ ભારત ગેસ એજન્સી સામે ગો.શ્રી કુંજેશકુમારજીની રસાત્મક વાણી દ્વારા ત્રિદિવસીય સત્સંગ સત્ર બપોરે 3થી 6 સુધી રાખવામાં આવેલ છે. ત્યારે ત્રિદિવસીય પાટોત્સવના ઉપલક્ષમાં તા.22ના બુધવારે સાંજે 6-30 કલાકે શ્રી પુષ્ટિધામ હવેલી ખાતે ગોવર્ધન લીલા મનોરથ દર્શન, તા.23ના સવારે 10-30 વાગે હવેલીએ નંદ મહોત્સવના પાલનાના દર્શન તથા તા.23મીના સાંજે 6-30 કલાકે હવેલીએ છાકલીલા મનોરથ તથા રાત્રે નવ વાગે લુહાર જ્ઞાતિની વાડીએ હાલારી રાસનો કાર્યક્રમ તા.24મીના રવિવારે પુષ્ટિમાર્ગ હવેલીએ સાંજે 6-30 કલાકે ફુલ મંડળી તથા ફૂલફાગ મનોરથ દર્શન તથા રાત્રે 8 વાગે કણિકા મહાપ્રસાદનું વિતરણ થશે. આ સાથે ગો.શ્રી કૃષ્ણકુમારજી મ.નું વચનામૃત આગામી તા.29મીના ગુરુવારે સાંજે 6 વાગે દરબાર ગઢ પાસે આવેલી શ્રી બાલકૃષ્ણલાલજી હવેલી ખાતે યોજવામાં આવેલ છે..