34 C
Ahmedabad
Friday, May 23, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં શિવાજી સેના દ્વારા યોજાયેલ સમૂહ લગ્નમાં છેતરપિંડીના મામલે ACP રાજેશ બારીયાનું નિવેદન


રાજકોટમાં શિવાજી સેના દ્વારા યોજાયેલા સમૂહ લગ્નમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જે દીકરીઓના લગ્ન આ સમૂહ લગ્નમાં થયા હતા, તેમને ભેટમાં મળેલી સોના-ચાંદીની વસ્તુઓ નકલી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના ૧૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ એરપોર્ટ સામેના ખુલ્લા પ્લોટમાં યોજાયેલા સમૂહ લગ્નમાં બની હતી. સુરેન્દ્રનગરના બે નવદંપતીઓએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં આ અંગે અરજી દાખલ કરી છે, જેમાં આયોજકો, જેમાં ઉદ્યોગપતિ પિન્ટુ પટેલ, વિક્રમ સોરાણી અને રોશની પ્રજાપતિ સહિતના લોકો સામે અરજી કરવામાં આવી છે. આ મામલે ACP રાજેશ બારીયાએ નિવેદન આપતા જણાવ્યું કે, અરજી કરનારાઓ હાલ શહેર બહાર હોવાથી ૨-૩ દિવસ બાદ તેમના નિવેદનો નોંધાશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ મોટી ઘટના હોવાથી યોગ્ય તપાસ થાય અને કોઈની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય તે જોવામાં આવશે. નિવેદન નોંધાયા બાદ જ આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -