રાજકોટમાં રહેતી એક પરિણીતાએ સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય એવી ફરિયાદ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના સસરાને નાણાંની જરૂર હતી એટલે તેના ન્યૂડ વીડિયો ઉતારીને એના લાઈવ શો કરાવતા હતા, જેમાં તેના પતિ અને સાસુની પણ સંડોવણી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આ ફરિયાદના આધારે રેપ અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પતિ, સાસુ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે ભોગ બનનારી પરિણીતાએ પોલીસને જણાવ્યું હતું કે પોતે સંબંધી યુવક સાથે ચારેક વર્ષ પહેલાં સંપર્કમાં આવી હતી. યુવક સાથે મિત્રતા થયા બાદ અવારનવાર એકબીજા સાથે ચેટ અને ફોનમાં વાત કરતાં હતાં. એક લગ્નપ્રસંગમાં પણ યુવક સાથે મુલાકાત થઈ હતી. આખરે યુવકના વાલીએ તેનાં માતા-પિતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે તેનાં માતા-પિતાએ ફગાવી દીધો હતો, એને કારણે તેણે યુવક સાથે સંબંધો કાપી નાખ્યા હતા.બાદમાં જ્ઞાતિના રીતિરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. વર્ષ 2022માં તે ગર્ભવતી થઈ હતી, ત્યારથી તેનાં માતા-પિતાએ તેના ઘરે આવવાનું શરૂ કર્યું હતું.ત્યારે એક દિવસ તેના સસરાએ તેની પાસે આવીને કહ્યું કે તારી પ્રેગ્નન્સીમાં શું ફેરફાર થયો છે? એ મારે જોવો છે, જેને કારણે પતિએ તેના શરીરનો ઉપરાંત પેટનો વીડિયો ઉતાર્યો હતો. ફક્ત એટલું જ નહીં, ઘણી વખત તેનો ન્યૂડ વીડિયો ઉતાર્યો હતો ને તે તેના પિતાને બતાવતો હતો. આ બાબત તેને ગમતી ન હોવાથી તેણે વિરોધ કર્યો હતો, પરંતુ પતિએ તેને ચૂપ કરાવી દીધી હતી, સાથોસાથ એમ પણ કહ્યું હતું કે તને હું કહું તેવા વીડિયો અને ફોટા મોકલવા પડશે, નહીંતર તને મારી નાખીશ. આ વખતે સાસુ પણ કહેતાં કે તારે સસરા કહે એમ કરવું પડશે. સમગ્ર ઘટનાક્રમને કારણે તેને ડર લાગતો હતો, પરંતુ કાંઈ કરી શકી ન હતી. પતિ તેના વીડિયો ઉતારી સસરાને મોકલતો. સસરા એક વ્હોટ્સએપ ગ્રૂપમાં આ તમામ વીડિયો મૂકતા હતા. ફક્ત એટલું જ નહીં, આ વીડિયો તે તેનાં પતિ, સાસુ, સસરા જોતાં હતાં.આખરે કંટાળીને તે પિયર જતી રહી હતી, જ્યાં વાલીઓને આપવીતી જણાવતા આખરે તેણે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.