રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની ૧૭વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને જયુષમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ બનાવ અંગે તપાશ શરૂ કરી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા પંથકની ૧૭ વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ રામય દરમિયાન તેણે રીબડા ગામના અમીત દામજી ખુંટ નામના પટેલ યુવાન સાથે સપ્તાહ પહેલા જ પરીચય થયો હતો. અને બન્ને અવાર-નવાર મળતા હતા. તે દરમિયાન શુક્રવારે મોડી સાંજ બાદ અમીત ખુંટ સગીરાને લઈને યાજ્ઞીક રોડ પર આવેલી જયુષની દુકાને ગયો હતો. જ્યાં બને સાથે જયુષ પીધું હતું. ત્યારબાદ સંગીરા બેભાન થઈ ગઈ હતી. અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે ગોંડલ રોડ ચોકડીએ અવાવરુ સ્થળે હતી.. ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેના મોટા બહેનને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને તમામ વિગતથી વાકેફ કર્યા હતા.સગીરાએ ઉપરોક્ત વિગતો પોલીસ સમક્ષ વર્ણવી હતી. આથી વધુ તપાશ શરૂ કરાઈ છે. હાલ સગીરા જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેના પર દુષ્કર્મનો આરોપ મુકવામાં આવ્યો છે તે અમીત ખુંટને ઝડપી લેવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે. જોકે તે હાલના તબકકે ભાગી ગયો હોવાનું જાણવા મળે છે.