વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આયોજિત સ્વ. શ્રી ચીમનભાઈ શુક્લ ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનો પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે શાનદાર પ્રારંભ થયો છે. ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી આ ત્રણ-દિવસીય ટુર્નામેન્ટમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 22 થી વધુ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને લીંબડી જેવી ટીમોનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 25મી મે, 2025 ના રોજ સાંજે 5:30 વાગ્યે લોકો કોલોની ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રમાશે.. આ ઉદ્ઘાટન પ્રસંગે નીતિનભાઈ ભારદ્વાજ, કાશ્મીરાબેન નથવાણી, ADRM કૌશલ કુમાર ચૌબે, કોર્પોરેટર નેહલભાઈ શુક્લ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા