32.2 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં વિશ્વ પર્યાવરણ દિવસે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ 2025ની ઉજવણી, વૃક્ષારોપણ અભિયાન


ગઈકાલે, 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ 2025″ ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં એક વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2025ના વર્ષને “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે, ગઈકાલે જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ ગોંડલના કોલીથડ જુથ સેવા સહકારી મંડળી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મદદનિશ જિલ્લા રજિસ્ટ્રાર વાય. ડી. દુધાત્રા, મદદનિશ જિલ્લા રજિસ્ટ્રાર એન. ડી. ચાવડા, અને કાર્યાલય અધિક્ષક ગીતાબેન પી. જીવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, રાજકોટના ડો. બી. એન. પટેલના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને જળવાયુ પરિવર્તન સામે લડવા માટે વૃક્ષારોપણ દ્વારા આપણા પ્રાકૃતિક સંસાધનોનું રક્ષણ કરવાનો હતો. આ પ્રસંગે જિલ્લાના તમામ નાગરિકોએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પર્યાવરણ રક્ષણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -