રાજકોટમાં વિદ્યાનગર મેઈન રોડ પર આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો, મેક્સ ફર્નિચર સિસ્ટમના શો રૂમમાં આગ લાગી હતી. એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની ઘટના ઘટતા આસપાસના રહીશો એકત્રિત થયા હતા અને મદદે આવ્યા હતા. ACના કમ્પ્રેસરમાં ધડાકો થતા અગાસીમાં રાખેલો ફર્નિચરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આગ લાગતા સ્ટાફ દુકાનની બહાર નિકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી,પરંતુ અંદાજે 10 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -