વિજ ચોરી પકડવા માટે તંત્ર દ્વારા ફરી એક વખત દરોડાનો દોર શરુ કરીને રાજકોટ પર ધોંસ બોલાવવામાં આવી છે. માધાપર તથા પ્રદ્યુમ્નનગર સબડીવીઝન હેઠળના વિસ્તારોમાં સવારથી 43 ટીમો ત્રાટકી હતી. વીજકંપની દ્વારા કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત બે સબડીવીઝનના ચાર ફીડર હેઠળના વિસ્તારોમાં સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સેન્ટ્રલ જેલ, પોપટપરા, રઘુનંદન સોસાયટી, સંતોષીનગર, શક્તિનગર, મનહરપુર, નેહરૂનગર, શિવપરા, છોટુનગર, ભીલવાસ, ઠકકરબાપાવાસ, સદર સહિતના વિસ્તારોમાં 43 ટીમો દ્વારા એક સામટા દરોડા પાડવામાં આવ્યા હતા… સંવેદશીલ વિસ્તારોમાં ચેકીંગ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકલ પોલીસ ઉપરાંત એસઆરપી બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. કેટલાંક સ્થળોએ ડાયરેકટ વિજજોડાણ પકડાયા હતા. ઉપરાંત મીટરમાં શંકાસ્પદ ગેરરીતિ માલુમ પડતા સંખ્યાબંધ મીટરના પડીકા વાળીને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લાખો રૂપિયાની વિજચોરી પકડાવાની શકયતા વ્યક્ત થઈ રહી છે
રાજકોટમાં વિજચોરી પર વીજ ટીમ દ્વારા ફરી ધોંસ બોલાવતા વીજ ચોરોમાં ફેલાયો ફફડાટ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -