રાજકોટમાં સવારે તડકો નીકળ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો હતો. તેમજ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને રસ્તાઓ પણ પણ પાણી પાણી થઇ ગયા હતા. આ સાથે જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તે રીતે વરસાદ વરસી પડતાં રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, મવડી રોડ, કુવાડવા રોડ સહિતના અનેક જગ્યાએ વરસાદ આવતા લોકો રેઇનકોર્ટ અને છત્રી ઓઢીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. તેમજ વરસાદ આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.