રાજકોટમાં વરસાદને પગલે રસ્તાઓની ભયાનક સ્થિતિ જોવા મળે છે એવામાં મવડી થી સુવર્ણ ભૂમિ સુધીનો રસ્તો ખરાબ અતિ ખરાબ પરિસ્થિતિમાં હોવાનું સામે આયુ છે આ સાથે આર્યલેન્ડ રેસીડેન્સી થી સ્પીડ વેલ પાર્ટી પ્લોટ સુધીનો રસ્તો પણ અતિ ખરાબ પરિસ્થિતિમાં સામે આવ્યો છે. જેમાં મવડીથી આસપાસની તમામ સોસાયટી ને જોડતા રસ્તા ઉપર ખાડા રાજ જોવા મળ્યું છે. તેમજ રસ્તાનું કામ પણ વારંવાર બંધ થતું હોવાનું ત્યાંના સ્થાનિકો એ જણાવ્યું હતું આ સાથે હાલ ચોમાસાનું કારણ આપી કામ બંધ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ વરસાદી પાણી ખાડામાં ભરાય એટલે રાહદારીઓ અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે. આ સાથે મનપામાં અનેક ફરીયાદો છતાં કોઈ ઉકેલ આવતો નથી.