રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી ત્રણ બોટલો મળી આવી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સંસ્કૃત ભવનના પાછળના ભાગેથી દારૂની ત્રણ બોટલો વિદ્યાર્થીઓના ધ્યાને બોટલો ચડી હતી. જેથી યુનિવર્સિટીના સતાધીશો તથા પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યુ હતું. તેમજ વિદ્યાર્થીઓમાં નશાનું ચલણ વધી રહ્યું હોય તેમ તાજેતરમાં ખાનગી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ પણ મળ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વખતોવખત વિવાદમાં આવતી રહે છે. ત્યારે દારૂની બોટલો મુદે નવો વિવાદ થવાના એંધાણ છે.