રાજકોટમાં વધુ એક બ્રીજની કામગીરી શંકાના દાયરામાંઆવી છે જેમાં રણજીત બિલ્ડકોન દ્વારા બનાવવામાં આવી રહેલા કેકેવી ચોક ઓવરબ્રિજનું કામ પૂર્ણ થાય તે પહેલાં જ કામમાં ક્ષતિઓહોવાનું સામે આવ્યું છે તેમજ ઓવરબ્રિજના જોઇન્ટમાં પ્રોટેક્શન વોલમાંથી પત્થરો નીચે પડવાની શક્યતાપણ છે. અત્યારે ઓવરબ્રિજનું કામ 95% પૂર્ણ થયું છે,ત્યારે કામ પૂર્ણ થાય તે પહેલાં જ ક્ષતિઓ સામે આવતા ગોંડલ ચોકડી ઓવરબ્રિજ બાદ કૅકેવી ચોક ઓવરબ્રિજના કામ પર સવાલોઉઠયા હતા.