રાજકોટમાં વધુ એક વખત દુષ્કર્મની ઘટના બની છે. કોઠારિયામાં સોલવન્ટ વિસ્તારમાં સાવકા પિતાએ જ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. બાળકીને માતા કામે ગયા બાદ 11 વર્ષની બાળકી પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યુ હોવાન આક્ષેપ લાગ્યો છે. પરિણીતા એ પોતાના પતિ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપી ની પિતા ની ધરપકડ કરી છે. આ સાથે કોઠારીયા સોલવન્ટ વિસ્તારનાં જે ઘટના બની તેનાથી સભ્ય સમાજ હચમચી ગયો છે. સાવકા પિતાએ પોતાની 11 વર્ષની દિકરી પર નજર બગાડી હતી. જ્યારે શખ્સની પત્ની કામ અર્થે બહાર ગઈ હતી ત્યારે બાળકીના પિતાએ તેની એકલતાનો લાભ લીઘો હતો, પિતાના તેની દિકરીને રૂમમાં લઈ ગયો અને પછી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ તમામ બાબતની જ્યારે બાળકીની માતાને ખબર પડી તો તેના પગની નીચેથી જમીન સરકી ગઈ હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.