રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આખામાં મિશ્રઋતુના કારને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે ત્યારે મચ્છરજન્ય રોગના કારણે રાજકોટના સિવિલ હોસ્પિટલમાં લાંબી કતારો જોવા મળી રહી છે. રાજકોટ શહેરી વિસ્તાર ની સાથે ગ્રામ્ય વિસ્તારમાં મચ્છરજન્ય રોગમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ રાજકોટમાં ભાદરવાનો રોગચાળો વકર્યો તે પ્રકાર ની સ્થિતિ સર્જાઈ છે, છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના નવા 11 કેસ, ચિકનગુનિયાના નવા 4કેસ નોંધાયા સાથે શરદી ઉધરસના 692, ઝાડા ઉલ્ટીના 175 કેસ, તાવના 54 કેસ નોંધાયા છે. દિવસે ભીષણ ગરમી અને રાતના ઠંડક થી મચ્છરો નો ત્રાસ વધ્યો છે જેના કારણે મચ્છરજન્ય રોગ વકરી રહ્યો છે.