રાજકોટમાં લાગેલા હોડિંગ્સના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બિલ્ડરોમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં અલગ અલગ રસ્તાઓ પર હોડિંગ્સ લાગ્યા હતા. આ હોડિંગ્સ નિલ સિટીમાં આવેલા ગ્રીનવુડ પ્રોજેક્ટના છે જેમાં લખવામાં આવ્યું છે કે ,સર્વજ્ઞાતિ આવકાર્ય છે’. આ પ્રકારના હોડિંગ્સ લગાવવામાં આવતા સમગ્ર શહેરમાં ચર્ચાઓ શરૂ થઇ હતી. ત્યારે વાસ્તવમાં આ પ્રોજેક્ટ કોગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુનો છે. આ પ્રોજેક્ટના કેટલાક હોડિંગ્સ શહેરના અનેક રસ્તાઓ પર લગાવવામાં આવ્યા હતા જેમાં તમામ જ્ઞાતિના લોકો આવકાર્ય છે તેવું લખવામાં આવ્યું હતું. એવી પણ ચર્ચા છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં અમુક બિલ્ડરો અમુક જ્ઞાતિને ફ્લેટ કે મકાન આપતા નથી. ત્યારે આ પ્રોજેક્ટ વિષે વાતચિત કરતાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ કહ્યુ હતું કે દરેક બિલ્ડરોએ દરેક જ્ઞાતિના લોકોને ફ્લેટ કે મકાન આપવા જોઈએ. દરેક જ્ઞાતિમાં મોટા ભાગના લોકો સારા હોય છે. દરેક જ્ઞાતિના લોકો ખરાબ હોતા નથી. મારા નિર્ણયની સામાજિક ચર્ચાઓ થાય તો તે સારુ છે. હું રાજકારણમાં પણ જ્ઞાતિ અને જાતિમાં માનતો નથી. એવી જ રીતે બિઝનેસમાં પણ હું જ્ઞાતિ અને જાતિમાં માનતો નથી…