રાજકોટ શહેરમાં લવ જેહાદનો એક માતા પિતાએ આક્ષેપ લગાવ્યો છે.જેમાં ક્રિકેટ કોચિંગ શીખવતા વિધર્મીએ એક યુવતીને ફસાવી હોવાનો આક્ષેપ કર્યો છે.તેમજ મહેબુબ બુખારી નામના આશખ્સે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને ચાર વર્ષથી પ્રેમજાળમાં ફસાવી હોવાનો આક્ષેપ કર્યો છે.યુવતી છેલ્લા ઘણાં સમયથી લાપતાહોવાથી યુવતીનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ કર્યો હતો.જેથી પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ આ મામલે આહીર સમાજનાં આગેવાનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.જેમાં સમાજ ની દીકરી ને પાછી આપવા 24કલાક નું અલ્ટીમેટમ આપ્યું છે.આ સાથે જો આ યુવતી ને 24 કલાકમાં પાછી નહીં લાવવામાં આવે તો જોયા જેવી થશેની ધમકી પણ આપવામાં આવી હતી.
રાજકોટમાં લવ જેહાદમામલે આહીર સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને કરાઇ રજૂઆત…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -