દેશભરમાં ગણેશ મોહત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગણપતિ મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેરમાં પણ ઠેર-ઠેર ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા પણ ખાસ ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં રોજ સમાજના વિવિધ આગેવાનો અને સમાજ શ્રેષ્ઠીઓ બપ્પાના દર્શનાર્થે આવે છે. ત્યારે રેસકોર્સમાં આવેલ ભાજપના ગણેશ પંડાલમાં ઇન્ટરનેશનલ પાયલોટ નિધિ અઢિયા પરિવાર સાથે દર્શન અર્થે પહોંચી હતી. રાજકોટની નિધિ અઢિયાએ કોરોના કાળ દરમિયાન કોવિડ વેક્સીન પુણે થી હૈદરાબાદ પહોંચાડી હતી. નિધિ અઢિયાએ જણાવ્યું કે વિઘ્નહર્તા ગણપતિના આશીર્વાદ થી તેના બધા કાર્યો સફળતા પૂર્ણ થાય છે. જેના કારણે તે ગણપતિ માટે ખુબ આસ્થા ધરાવે છે. કોઈ પણ કાર્ય માટે પ્રયાસ અને મહેનત કરવામાં આવે તો વિઘ્નહર્તા ગણપતિ તે કાર્ય સફળ કરે છે. ઉલ્લેખનીય છે કે નિધિ અઢિયા રાજકોટના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બિપિનભાઈ અઢિયા ની પુત્રી છે અને કોરોના કાળ દરમિયાન તેને કોવીડ વેક્સીનના જથ્થા ને પુણે થી હૈદરાબાદ પહોંચાડી રાજકોટનું નામ રોશન કર્યું હતું.