દ્વારકા દર્શને જવા ટ્રેનમાં ચડતી વખતે પડી ગયેલા રાજકોટના વૃદ્ધા ગંગાબેનનું સારવારમાં મોત નીપજ્યું હતું. રાજકોટ રેલવે સ્ટેશને આ ઘટના બની હતી. અચાનક ઝટકા સાથે ટ્રેન ચાલુ થઈ જતા ગંગાબેન કંસારા પડી ગયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. મૃતક ગંગાબેન ગોવિંદભાઈ કંસારા વતનમાં આટો મારવા અને દ્વારકાધીશના દર્શને જવા હેતુ ગંગાબેન તેમના પુત્રવધુ જમનાબેન દેવશીભાઈ કંસારા સાથે દ્વારકા જવા માટે તા.29 એપ્રિલના રોજ સવારે રાજકોટ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા અહીં સવારે 9:30 વાગ્યા આસપાસ ટ્રેન આવી હતી. જે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર ઉભી રહી હતી ટ્રેનમાં ચડતી વખતે અચાનક ટ્રેન ચાલુ થઈ જતા અને ઝટકો આવતા ત્યારે જ ગંગાબેન ટ્રેનમાં ડબામાં ચડતા હોવાથી તેમનું પગ લપસી ગયું હતું અને તેઓ જમીન પર પડી ગયા હતા. તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગંગાબેને દમ તોડી દીધો હતો. રાજકોટ રેલવે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડવા તજવીજ કરી હતી બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.
રાજકોટમાં રેલ્વે સ્ટેશન પર અચાનક ઝટકા સાથે ટ્રેન ચાલુ થતા વૃદ્ધા પડી જતાં મોત
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -