22 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં રેલનગર અંડરબ્રિજમાં ભરાતાં પાણીની સમસ્યાને લઈ રૂ. 50 લાખથી વધુના ખર્ચે થશે રિનોવેશન, બે મહિના અવરજવર બંધ કરાશે…


રેલનગર અન્ડરબ્રિજ મનપાની નિષ્ફળ ઈજનેરીની નિશાની બની ચૂક્યો છે. બ્રિજ બનવાનું શરૂ થયું ત્યારથી જ વિવાદનો પાયો ખોદાયો હતો. બ્રિજ બનવામાં વાર લાગી ધાર્યા કરતા ખૂબ મોટો ખર્ચ થયો અને જ્યારે બન્યો તો ચોમાસાના પાણી બારે માસ રહેવા લાગ્યા, આ કારણે બ્રિજમાં ચારેકોર પાણીની વચ્ચે શેવાળ અને રસ્તો જોખમી બનતા વારંવાર થતા અકસ્માતોથી લોકો કંટાળ્યા છે. રેલનગર, પોપટપરા, સંતોષીનગર સહિતના વિસ્તારના લોકો ને અંડરબ્રિજમાં પાણી નો જથ્થો હોવા ના કારણે હાલાકી થાય છે. હવે મનપા રૂપિયા 50 લાખના ખર્ચે સમારકામ કરીને સમસ્યાના ઉકેલનો છેલ્લો પ્રયત્ન કરવાની છે. જે કામ સોમવાર થી શરૂ થવાનું છે. તેમજ રેલનગર અન્ડરબ્રિજમાં દીવાલોમાંથી પાણી વહ્યા કરે છે આ ઉપરાંત સૌથી ગંભીર બાબત એ છે કે, તળિયે આરસીસી કામ કરેલું હોવા છતાં તેમાંથી પાણી નીકળે છે. બીજી તરફ બ્રિજનો ઢાળ પણ સરખો ન હોવાથી પાણી વહી શકતું નથી જેથી પાણી ભરાયેલું રહે છે. આ બધી સમસ્યાનો નિકાલ કાઢવા મનપાએ કેમિકલ વોટર પ્રૂફિંગ અને સમારકામનો રસ્તો કાઢ્યો છે. તળિયાને યોગ્ય ઢાળ અપાશે ત્યારબાદ તેમાં કેમિકલ નાખી વોટર પ્રૂફિંગ કરાશે. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગની ક્ષમતા પણ વધારાશે. આ કામગીરી બે મહિના ચાલશે જેથી બ્રિજ બંધ રહેશે. ડાયવર્ઝનનો નિર્ણય લેવા માટે મનપાએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જાહેરનામું બહાર પડતા બ્રિજ બંધ કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2017 માં આ બ્રિજ રૂપિયા 17 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -