દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે રાજકોટ ખાતે વિવિધ વિકાસ લક્ષી કર્યો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂા.41.71 કરોડના ખર્ચે ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાણીની પાઈપલાઈન રૈયાધારમાં રૂા.29.73 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોઠારીયામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તેમજ ગોવિંદબાગ પાસે રૂા.8.39 કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરી જનતાને સમર્પિત કરનાર છે. વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ મહાનગર પાલિકાના રૂા.234 કરોડના વિકાસ કામોનું લોકાર્પણકરવામાં આવ્યું હતું.