રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલ રણછોડનગર વિસ્તારમાં મજાક મસ્તીમાં રૂમ પાર્ટનરે માર મારી ગળું દબાવી દેતા માત્ર 20 સેકન્ડમાં રાજસ્થાની યુવક નીચે ઢળી પડતા બેભાન હાલમાં મોત નીપજ્યું હતું. જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ સમગ્ર મામલે બી-ડિવિઝન પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બન્ને મિત્રો મૂળ રાજસ્થાનના છે અને રાત્રે મિત્રએ મોબાઈલ ઝૂંટવી મસ્તી કરતા બન્ને મિત્રો વચ્ચે ઝપાઝપી થઇ હતી. દરમિયાન માત્ર 20 જ સેકન્ડમાં 20 વર્ષીય રાજસ્થાની યુવાન ઢળી પડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું.