રાજકોટમાં વિકી શાહ અને ઋષિ નથવાણી દ્વારા રાસવિલા નવરાત્રી મહોત્સવ-2023 નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ આયોજન સ્પોર્ટસવિલા ખાતે ન્યુ 150 ફિટ રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વી ફોર વન્સ મોર મ્યુઝીકલ બેન્ડના તાલે છલડો- ડાકલા- ભકિત- વંદે માતરમની છલકાતી જમાવટ જોવા મળી હતી. તેમજ ખેલૈયાઓને પ્રાચીન અર્વાચીન ગરબા ગીત અને માતાજીના ડાક ડમરુંની ધૂન પર મન મૂકીને ખેલાવ્યા હતા. વિશાળ ગ્રાઉન્ડમાં કોઈ પણ અગવડ વગર યુવા યુવતીઓએ ઉત્કૃષ્ટ વ્યવસ્થાનો અહેસાસ કરીને મોકળામને રસોસ્ત્સવ માણ્યો હતો. સાઉન્ડ સિસ્ટમ્સના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ્સ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા. આ ઉપરાંત રાસવિલા નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવતો બેક સ્ટેજ શો લોકોમાં આકર્ષણ કેન્દ્ર બન્યું છે. જેમાં જુદા જુદા આર્ટિસ્ટઓ આવી ને પોતાનું પરફોર્મન્સ આપે છે. આ સાથે રાસવિલામાં જિલ્લા પોલીસવડા જયપાલસિહ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ, એસીપી ક્રાઇમ વિશાલ રબારી, ડીડીઓ દેવ ચૌધરી, સિટી ન્યૂઝના ઓનર નીતિનભાઈ નથવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખેલૈયાઓ સાથે મહેમાનો
સાઉન્ડ સિસ્ટમ્સના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ્સ પર ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા. આ ઉપરાંત રાસવિલા નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવતો બેક સ્ટેજ શો લોકોમાં આકર્ષણ કેન્દ્ર બન્યું છે. જેમાં જુદા જુદા આર્ટિસ્ટઓ આવી ને પોતાનું પરફોર્મન્સ આપે છે. આ સાથે રાસવિલામાં જિલ્લા પોલીસવડા જયપાલસિહ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ, એસીપી ક્રાઇમ વિશાલ રબારી, ડીડીઓ દેવ ચૌધરી, સિટી ન્યૂઝના ઓનર નીતિનભાઈ નથવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખેલૈયાઓ સાથે મહેમાનોપણ જૂમી ઉઠયા હતા.