30.5 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં રસુલપરામાં જનતારેડ, નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ, દારૂની ખાલી બોટલ મળી


રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં રસુલપરા વિસ્તારમાં એક નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. આ ફેક્ટરી પર સ્થાનિક લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. લોકોએ જણાવ્યું કે, લાંબા સમયથી આ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલતી હોવાની આશંકા હતી. જ્યારે લોકોએ આ ફેક્ટરીમાં દરોડો પાડ્યો, ત્યારે ત્યાં નકલી ઘી બનાવવામાં આવતું હતું. ઘટનાસ્થળેથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે, આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -