31.3 C
Ahmedabad
Monday, May 12, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં રવિવારે વરસેલ વરસાદથી આજી-2 ડેમ ઓવરફ્લો,


રાજકોટ શહેર અને જિલ્લામાં સારા વરસાદને પગલે ફરી એકવાર આજી-2 ડેમ ઓવરફ્લો થયો છે આજી-2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવતા હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરને પાણી પુરું પાડતા અન્ય જળાશયો જેવા કે આજી-1, ન્યારી-1 અને ન્યારી-2માં નવું પાણી ઠલવાતા જળસંકટ હળવું બન્યું છે.

રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેના આજી-2 ડેમના ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમના ચાર દરવાજા 1.5 ફુટ ખોલવામાં આવ્યા છે. આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢકા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા તથા જૂના નારણકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના એક ડઝન ડેમ સાઈટ ઉપર અડધાથી બે ઈંચ સુધીનો વરસાદ પડતા અડધો ડઝન ડેમમાં અડધાથી સવા ફુટ સુધી નવા નીરની આવક થતાં ડેમ સપાટીમાં વધારો થયો છે. જેમાં રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી-1માં 0.23 ફુટ નવા પાણીની આવક થઈ છે. તેમજ ન્યારી-1 ડેમમાં 1.15 ફુટ નવા નીરની સપાટ આવક થઇ છે. જ્યારે ન્યારી-2માં 0.33, લાલપરીમાં 0.33 ફુટ નવું પાણી આવ્યું છે. ગઈકાલે આજી-1, ન્યારી 1-2, મોતિસર, ફાળદંગ બેટી, લાલપરી, ઈશ્વરીયા, કારમાળ, કર્ણકી, મચ્છુ-1 અને ત્રિવેણી ઠાંગા ડેમ સાઈટ ઉપર અડધાથી બે ઈંચ જેટલો વરસાદ પડતા નવા પાણીની સામાન્ય આવક થઈ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -